@ પોતાને માટે સુખ ઇચ્છવાથી નાશવંત સુખ મળે છે. અને બીજાઓને સુખ પહોંચાઠવાથી અવિનાશી સુખ મળે છે.
@ પોતાની બુદ્ધિનું અભિમાન જ શાસ્ત્રોની સંતોની વાતોને અંતઃકરણમાં ટકવા દેતું નથી.
@ સાંસારિક વસ્તુ મળવાથી તો અભિમાન આવી શકે છે, પણ ભગવાન મળવાથી અભિમાન આવી શકતું જ નથી, પણ અભિમાનનો સર્વથા નાશ થઇ જાય છે.
@ જયાં જાતિનું અભિમાન હોય છે, ત્યાં ભકિત થવી ઘણી કઠણ છે કારણ કે ભકિત સ્વયંથી થાય છે. શરીરથી નહીં. પરંતુ જાતિ શરીરની હોય છે, સ્વયંની નહી.
@ જેને માટે મનુષ્ય-જન્મ મળ્યો છે. તે મરમાત્મા પ્રપ્તીનો જ ઉદ્દેશ્ય થઇ જવાની મનુષ્યને સાંસારિક સિધ્ધિ-અસિધ્ધિ તકલીફ આપી શકતી નથી.
@ એક પરમાત્મા-પ્રાપ્તિનો દ્દૃઢ ઉદ્દેશ્ય હોવાથી અંતઃકરણની જેટલી જલદી અને જેવી શુદ્ધિ થાય છે, તેટલી જલ્દી અને તેવી શુદ્ધિ અન્ય કોઇ અનુષ્ઠાનથી થતી નથી.
@ મારુ કાંઇ નથી, મારે કાંઇ જોઇએ નહી અને મારે કાંઇ કરવાનું નથી - આ ત્રણ વાતો ઝઠપી ઉદ્ધાર કરવાવાળી છે.
@ સંસારની એવી કોઇ પણ પરિસ્થિતિ નથી. જેમાં મનુષ્યનું કલ્યાણ ન થઇ શકે કારણ મે પરમાત્મા પ્રત્યેક પરિસ્થિતિમાં સમાનરુપે હાજર છે.
@ જયારે આપણા અંતઃકરણમાં કોઇ પ્રકારની કામના નહીં રહેશે ત્યારે આપણે ભાગવત-પ્રાપ્તિની ઇચ્છા કરવી નહીં પડે, બલ્કે ભગવાન સ્વયં પ્રાપ્ત થઇ જશે.
Monday, March 16, 2009
Subscribe to:
Posts (Atom)